Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

બ્રિટનમાં એશીયાઈ લોકો સાથે હેટ ક્રાઈમ વધ્યોઃ ચીની લોકો સાથે મારપીટ- થૂંકવાના બનાવો વધ્યા

લંડનઃ દુનિયાના મોટાભાગના દેશો કોરોનાથી લડી રહયા છે. બ્રિટનમાં એશીયાઈ મૂળના લોકો સાથે હેટ ક્રાઈમ વધી ગયો છે. એક આંકડા મુજબ બ્રિટનમાં ૨૧ ટકાનો હેટ ક્રાઈમમાં વધારો થયો છે. બ્રિટનમાં એશીયાઈ લોકોમાં ખાસ કરીને સાઉથ અને ઈસ્ટ એશીયાના લોકોને નિશાન બનાવાઈ રહ્યા છે.

બ્રિટનના સ્થાનીક મામલા મંત્રી સુસન વિલીયમ્સના જણાવ્યા મુજબ આ ઉગ્રવાદ નથી વધ્યો પણ એક ખાસ પ્રકારનો હેટ ક્રાઈમના મામલા વધ્યા છે. હેટ ક્રાઈમ ઉપર અમે નજર રાખી રહ્યા છીએ. એ વાત પણ ધ્યાને આવી છે કે આવા મામલાઓમાં ૨૧ ટકાનો વધારો થયો છે. બ્રિટનમાં ચીનના નાગરીકો વિરૂધ્ધ હેટ ક્રાઈમના મામલાઓ નોંધાયા છે. લોકડાઉન દરમિયાન મારપીટ અને તેમની ઉપર થૂંકવાના મામલાઓ સામે આવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ ગયા વર્ષની તુલનામાં  આ વર્ષે આ પ્રકારના મામલામાં ત્રણ ગણો વધારો થયો છે.

(1:14 pm IST)