Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ચીને સ્વદેશી બનાવટનું પહેલું વિમાન વાહક જહાજ સમુદ્રમાં પરિક્ષણ માટે તરતું મુકયુ

બીજિંગઃ  વિવાદાસ્પદ પ્રાદેશિક જળ વિસ્તારમાં નૌકાદળની તાકાત વધારવાના લશ્કરી દળને અત્યાધુનિક બનાવવાના પગલામાં ચીને પોતાના  દેશમાં ઉત્પાદિત કરેલા વિમાનવાહક જહાજને દરિયામાં પરીક્ષણ માટે તરતું મૂકવામાં આવ્યંુ હતું.

લગભગ ૫૦ હજાર મેટ્રિક ટનનું વજન ધરાવતું જહાજ લિઆનીંંગ પ્રાંતમાંથી દાલિઆન યાર્ડમાંથી ગાઢ ધુમ્મસ હોવા છતાં સવારે સાત વાગ્યે રવાના કરવામાં આવ્યું હતું અને જહાજના પ્રોપલસનનો ઉપયોગ કરીને દરિયાઇ વિસ્તારમાં  તરતું મૂકવામાં  આવ્યું હોવાનું  ચાઇના ડેઇલીના અહેવાલમાં જણાવવામાં આવ્યું  હતું. જેની લંબાઈ ૧૦૩૩ ફુટ અને ૨૪૬ ફુટની પહોળાઈ છે. જહાજમાં ૩૬૦૦થી વધુ કેબીનો છે. ૫૩૨ જેટલી કંપનીઓની ટેકનીકનો પ્રયોગ નિર્માણ માટે કરાયો છે.

આ જહાજ ચીનનું બીજા ક્રમાંકનું  અને ચીનમાં બાંધવામાં આવેલું પ્રથમ જહાજ બનશે.  તનેે ૨૦૨૦ પહેલા ં ચીનના નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. ચીનની નેવીએ જણાવ્યું  હતું કે જહાજની પ્રોપુલ્ઝન પદ્ઘતિની ક્ષમતા અને વિશ્રસનીયતાની ચકાસણી કરવામાં આવી રહી છે.

આ જહાજનું કોઇ નામ રાખવામા ં આવ્યું નથી. તે ગયા વર્ષે લોન્ચ કરી શકાયું હોત પણ તે સમયે શસ્ત્રો અને અન્ય પદ્ઘતિ ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી હતી. લિઓનિંગને કાર્યક્ષમ બનાવવામાં આવ્યું  હોવા છતાં  ઘણું કરીને તેનો ઉપયોગ સંશોધન અને ચીનના નવા જહાજના ઉત્પાદન અને સુધારણા માટે કરવામાં  આવશે. અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું કે, ચીનનું લશ્કર અત્યારે ત્રીજું વિમાનવાહક જહાજ શાંઘાઇમાં બાંધી રહ્યું છે. ચીનનું નૌકાદળ પોતાની ક્ષમતા વધારવા માટે ૨૦૩૦ સુધીમાં  ચોથું વિમાનવાહક જહાજ બાંધવાની નેમ ધરાવે છે.

(4:03 pm IST)