Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

અમેરિકાની એક હાઈસ્કૂલમાં થયેલ ગોળીબારીની ઘટનામાં એકનું મોત

નવી દિલ્હી:અમેરિકી રાજ્ય ટેનેસીમાં આવેલ એક શાળામાં ગોળીબારીની ઘટનામાં એક શખ્સનું મૃત્યુ નીપજ્યું છે અને એક પોલીસ અધિકારીને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. નોક્સવિલે પોલીસ ડિપાર્ટમેન્ટે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નોક્સવિલે સિટીમાં આવેલ ઓસ્ટીન-ઇસ્ટ મૈગ્રેટ હાઈસ્કૂલમાં એક હથિયારબંધ શખ્સે ઉપસ્થિત હોવાની સૂચના મળતા પોલીસે તાત્કાલિકમાં જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી હતું પરંતુ તેમછતાં આ હુમલામાં એક શખ્સનું મૃત્યુ નીપજ્યું છે અને એક પોલીસ અધિકારીને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. હજુ સુધી મૃતક શખ્સની ઓળખ કરવામાં આવી નથી.

(6:05 pm IST)