Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

માત્ર ૧૮ દિવસમાં જ ૩ડી પ્રિન્ટર દ્વારા ફ્રાન્સમાં તૈયાર થયું વિશ્વનું સોપ્રથમ ઘર

ફ્રાન્સ તા ૧૪ : ફ્રાન્સના નાન્ટેસ શહેરમાં વિશ્વનું સોપ્રથમ ૩ડી પ્રિન્ટેડ હોમ બન્યું છે. નાન્ટેસ પુનિવર્સિટીની રીસર્ચ ટીમે આ મકાન તૈયાર કરવામાં મહત્વનીભુમિકા ભજવી હતી. વૈજ્ઞાનિકોની ટીમે રોબો ૩ડી પ્રિન્ટર અને બાટીપ્રિન્ટ ૩ ડી નો ઉપયોગ કરીને માત્ર ૧૮ દિવસમાં આ ઘર તૈયાર કરી દીધુ હતુ. મકાનનો ઢાંચો બનાવવા માઠે ખાસ પ્રકારના પોલિમર મટીરિયલનો ઉપયોગ થયો હતો. આ પ્રિન્ટર મકાનની અંદરની અને બહારની દીવાલ તૈયાર કરે છે જે ઇન્યિલેટેડ હોય છે, જાકે એ બે દીવાલો ની વચ્ચેના પોલાણમાં સ્સમેન્ટ અને રેતીનો રગડો કરીને ભરી દેવામાં આવે છે જેથી આ ઘરનું આયુષ્ય ૧૦૦ વર્ષથી વધુનું થઇ જાય છે. નાન્ટેસ શહેરના ટેકિનકલ નિષ્ણાંતોએ માત્ર ૧૮ દિવસની અંદર  તેમણે તૈયાર કરેલી ડીઝાઇન મુજબ  પાંચ બેડરૂમનું આખુ ઘર ૩ડી પ્રિન્ટરની મદદથી તૈયાર કરી દીધુ છે. હાલમાં આખો મહીનોઆ ઘર લોકોને જાવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. એ પછીથી આ ઘર વેચવાને બદલે ભાડે આપવામાં આવશે હવે ઇટલીના મિલાનમાં પણ પ્રિન્ટરની મદદથી ઘર તૈયાર કરવાની ટેકિનકની અજમાયશ કરવામાં આવશે.

(2:35 pm IST)