Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

દારૂ અને ડ્રગ્સનું વ્યસન છોડવામાં મદદરૂપ થઇ શકે એવું ઇન્જેકટેબલ સેન્સર શોધાયું

અમેરિકા, તા.૧૪ : અમેરિકાના સાયન્ટિસ્ટોએ હવે દારૂ કે ડ્રગ્સનું વ્યસન દૂર કરવામાં મદદરૂપ થઇ શકે એવું એક સેન્સર તૈયાર કર્યું છે. આ સેન્સર દર્દીની ત્વચાની ઉપરના આવરણમાં ઇન્જેકશન દ્વારા દાખલ કરી શકાય એવું છે. આ સેન્સરની ચિપ સ્માર્ટવોચ કે સ્માર્ટફોન દ્વારા કન્ટ્રોલ કરી શકાય છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-સેન ડીએગોના પ્રોફેસરોનું કહેવું છે કે આ સેન્સર ઓપન કિલનિકમાં સર્જરી વિના એક ઇન્જેકશનના સહારે ત્વચાની અંદરની લેયરમાં દાખલ કરી શકાય છે. આ સેન્સર માંડ એક કયુબિ મિલીમીટરની સાઇઝનું હોય છે. આ સેન્સર શરીરમાં આલ્કોહોલ કે જે-તે ડ્રગ્સની માત્રા માપે છે. એની ચોકકસ માત્રા કરતાં વધે એટલે સ્માર્ટવોચ પર ઇલેકટ્રીક સિગનલ્સ મળે છે. આ સેન્સર દ્વારા ડોકટર દર્દીની આલ્કોહોલ લેવાની આદતને કન્ટ્રોલ કરી શકે છે.(૨૩.૮)

 

(2:27 pm IST)