Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

તુર્કીમાં પીઝા ડિલિવરી બોયને પીઝામાં થુંકવા બદલ 2 વર્ષની સજા ફટકારવામાં આવી

નવી દિલ્હી: તુર્કીમાં એક પિઝા ડિલિવરી બોય વર્ષ 2017માં ગ્રાહકના પિઝામાં થૂંક્યો હતો, આ સજા બદલ તેને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જો કે તેના આ કારનામાને કારણે ગ્રાહકનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકવા બદલ તેને 40 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે, પણ પીડિત ગ્રાહક તેને 18 વર્ષની થાય તેની માગ ત્રણ વર્ષથી કરી રહ્યો હતો. આરોપી ડિલિવરી બોયની ઓળખ બુરક એસના નામે થઈ છે. 'ગોન વાઈરલ' યુટ્યુબ ચેનલે આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો.આ ઘટના 24 ડિસેમ્બર, 2017ની છે. ઍક્સીસિર શહેરમાં ફ્લેટના સીસીટીવી કેમેરામાં ડિલિવરી બોયના આ પરાક્રમ કેદ થઈ ગયા હતા. સીસીટીવી કેમેરામાં ચોખ્ખું દેખાય છે કે તે પિઝાનું બોક્સ ખોલીને તેમાં થૂંકે છે અને તેનો વીડિયો પણ રેકોર્ડ કરે છે. જોકે આરોપીએ આવું શા માટે કર્યું તેનો કોઈ ખુલાસો થયો નથી.

(6:05 pm IST)