Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

માતાએ બાળકના ચહેરા પર ભૂલથી એવી ક્રીમ લગાવી કે તેનો ચહેરો ફૂલીને દડા જેવો થઈ ગયો

૫ મહિનાના બાળકના ચહેરા પર વાળ પણ ઉગી નીકળ્યા!

બીજીંગ,તા. ૧૩: સામાન્યરીતે તંદુરસ્ત બાળકો ગોળમટોળ જોવા મળે છે. આ કારણે આવા નાનકડા બાળકો ખૂબ જ કયુટ દેખાતા હોય છે. પણ, જયારે આ નાનકડા બાળકનો ફોટો લોકોએ જોયો ત્યારે તેઓ ચોંકી ગયા. કારણકે આ બાળકનો ચહેરો જરૂર કરતા વધારે ફૂલેલો દેખાઈ રહ્યો છે. આ ઘટના ચીનના એક શહેરની છે કે જયાં એક માતાએ પોતાના ૫ મહિનાના બાળકના ચહેરા પર એવી ક્રીમ લગાવી કે તેનો ચહેરો ફૂલીને દડા જેવો થઈ ગયો. તેના ચહેરા પર વાળ પણ ઉગી નીકળ્યા!

એક ઈન્ટરનેશનલ વેબસાઈટના રિપોર્ટ મુજબ, બાળકની 'ડ્રાય સ્કિન'ને જોતા તેની માતા આ ક્રીમ લગાવી રહી હતી, તે લગાવ્યા પછી થોડા સમયમાં તો બાળકનો ચહેરો ફૂલી ગયો. તેઓ આ બાળકને હોસ્પિટલ લઈ ગયા. જયાં આ બાળકના માતા-પિતાને પૂછવામાં આવ્યું કે તેઓ બાળકને કયું ક્રીમ-સાબુ લગાવે છે? ત્યારે આ બાળકના માતા-પિતાએ તે ક્રીમ વિશે જણાવ્યું જે તેઓ બાળકના ચહેરા પર ૨ મહિનાથી લગાવી રહ્યા હતા.

આ ક્રીમની તપાસ કરતા જ ડોકટર્સ ચોંકી ઉઠ્યા હતા. કારણકે તે એક 'સ્ટોરોઇડ ક્રીમ' હતી. ડોકટરે જણાવ્યું કે આ ક્રીમમાં સ્ટેરોઈડ હતું જે મોટા લોકો લગાવે છે. મોટી ઉંમરના લોકોને પણ આ ક્રીમનો ઓછા માત્રામાં ઉપયોગ કરવાનું જણાવવામાં આવે છે. તેવામાં આ માતા-પિતાએ તેમના બાળકના ચહેરા પર આ ક્રીમ દરરોજ લગાવતા તેનો ચહેરો ફૂલી ગયો. ડોકટર્સે આ બાળકના માતા-પિતાને જણાવ્યું કે તેઓ બાળક માટે આ ક્રીમનો ઉપયોગ બંધ કરે નહીં તો તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

(10:15 am IST)
  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST

  • ભાજપને હરાવવા ડાબેરી મોરચા તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મમતા દીદીની ઓફરનો ફિયાસ્કો : બંને પાર્ટીએ ઓફર નકારી કાઢી : કોંગ્રેસે ગઠબંધન કરવાને બદલે ટીએમસી પાર્ટીનું કોંગ્રેસમાં મર્જર કરી દેવાની સલાહ આપી : ભાજપને એકલા હાથે હરાવી શકવાની ત્રેવડ નહીં હોવાની ભાજપ આગેવાનોની ટકોર access_time 1:30 pm IST