Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

ઇરાનની ન્યાયપાલિકાના પ્રમુખ સહિત ૧૪ વ્યકિતઓ અને સંસ્થાઓ પર અમેરિકાએ પ્રતિબંધ મૂકયો

વોશિંગ્ટન : સંયુકત રાષ્ટ્ર અમેરિકાએ ઇરાનમાં માનવાધિકારોનો દુરપયોગ કરવા માટે ઇરાનની ન્યાયપાલિકાના પ્રમુખ ઇયાતુલ્લા સદી લારીજની સહિત શુક્રવારે ૧૪ વ્યકિતઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકયો છે કે જે ઇરાનના હથિયાર કાર્યક્રમોનું સમર્થન કરે છે. અમેરિકી ટ્રેજરી વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીના નજીકના સહયોગી લારજની ઇરાન અથવા ઇરાની નાગરિકો અથવા નિવોસીઓની વિરૂધ્ધ ગંભીર માનવાધિકારોનો દુરૂપયોગ કરવાના આદેશ આપવા, નિયંત્રિત કરવા અથવા નિર્દેશન કરવા માટે જવાબદાર છે.

 

(12:02 pm IST)
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા મનીષ તિવારીના માતા ડો,અમૃત તિવારીનું ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા. આવતીકાલે સોમવારે તેણીનો અંતિમ સંસ્કાર કરાશે. access_time 12:00 am IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:48 am IST

  • U-19 વર્લ્ડક૫માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવ્યું : U-19 વર્લ્ડકપ-2018ના પ્રારંભિક મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવી શાનદાર શરૂઆત કરી છે. રાહુલ દ્રવિડની કોચિંગમાં ભારતીય ટીમે સૌપ્રથમ બેટિંગ કરી નિશ્ચિત 50 ઓવરોમાં 7 વિકેટ ગુમાવી 328 રન બનાવ્યાં હતાં. તો જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 42.5 ઓવરોમાં 10 વિકેટ ગુમાવી ફક્ત 228 રન બનાવ્યા છે. access_time 3:24 pm IST