Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

કાબુલની આ મદદ કરવા માટે પાકિસ્તાન કરી રહ્યું છે વિચાર

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શુક્રવારે કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનમાં અનાજ પહોંચાડવાના ભારતના પ્રસ્તાવને હકારાત્મક રીતે જોઈ રહ્યા છે. ખરેખર, ભારતે કેટલાક દિવસો પહેલાં જ કહ્યું હતું કે તે અફઘાનિસ્તાનમાં અનાજ (ખાસ કરીને ઘઉં) પહોંચાડવા માગે છે અને પાકિસ્તાને એને આ માટે તેની જમીનનો ઉપયોગ કરવા દેવો જોઈએ. અફઘાનિસ્તાનના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવામાં ભારતે ઘણું યોગદાન આપ્યું છે, જેમાં છેલ્લા દાયકાથી અફઘાનિસ્તાનને 10 લાખ મેટ્રિક ટનથી વધુ ઘઉં આપવાનો સમાવેશ થાય છે. હવે ફરી એકવાર ભારત કાબુલને 50 હજાર મેટ્રિક ટન ઘઉં પહોંચાડશે એવી ચર્ચા છે. જોકે ભારતથી અફઘાનિસ્તાન જવાનો રસ્તો પાકિસ્તાનમાંથી થઈને પસાર થાય છે. ભારત અટારી-વાઘા બોર્ડર દ્વારા આ માર્ગ દ્વારા ઘઉંને અફઘાનિસ્તાન પહોંચાડવા માગે છે.

(5:20 pm IST)