Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ગુસ્સો વ્યકત કરતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન

 જો કોઈ વ્યકિતનો ગુસ્સો મનમાં જ દબાયેલો રહી ગયો હોય છે, તો તે વ્યકિત અંદરને અંદર હેરાન થયા રાખે છે. પરંતુ, ગુસ્સો વ્યકત કરતી વખતે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. જો ખોટી જગ્યાએ ખોટી રીતે ગુસ્સો વ્યકત કરવામાં આવે, તો સંબંધમાં તિરાડ પડી શકે છે.

. જ્યારે પણ ગુસ્સો આવે તો કોઈ પણ એકાંત જગ્યાએ જઈ જોરથી ચીસ પાડવી. તેનાથી તમે રિલેકસ મહેસૂસ કરશો.

. જો તમે ઈચ્છો તો કાગળ પર લખીને તમારી ભાવનાઓને વ્યકત કરી શકો છો. તમે જ્યારે કંઈ પણ લખો છો, તો તમારૂ મન ધીમે-ધીમે સાફ થઈ જાય છે.

. કોઈ પણ વ્યકિત પર ગુસ્સો કરતા પહેલા પોતાને તેના સ્થાને રાખીને જોવું. એવુ કરવાથી તમને કોઈના પર ઝડપથી ગુસ્સો નહિં આવે.

(1:36 pm IST)