Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ચીન કરી રહ્યું છે આ નવી ટ્રેનનું નિર્માણ

નવી દિલ્હી:બુલેટ ટ્રેનની સ્પીડ વિશે તો તમે સાંભળ્યું જ હશે પરંતુ તેના કરતા પણ ત્રણ ગણી સ્પીડ ધરાવતી ટ્રેન હાલ ચીન બનાવી રહ્યું છે. નેશનલ માસ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિફેક્શન ૨૦૧૮માં આ ટ્રેનનું મોડલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

આ ટ્રેન બાબતે ચીને દાવો કર્યો છે કે આવનારી પેઢીની આ ટ્રેન મેગ્નેટિક લેવીટેશન બુલેટ ટ્રેન ૧૦૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલશે.

હાલના સમયમાં સૌથી ઝડપી બુલેટ ટ્રેન ચીનની પાસે છે જેની સ્પીડ ૩૦૦ કિમી પ્રતિ કલાક છે.

આ ટ્રેનનું નામ ટી-ફ્લાઈટ આપવામાં આવ્યું છે. ટી-ફ્લાઈટ ટ્રેનનું નિર્માણ ચાઈના એરોસ્પેસ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લીમીટેડ કરી રહી છે. વર્ષ ૨૦૧૫થી આ ટ્રેનના નિર્માણનું કામ ચાલુ થઇ ગયું હતું. વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં આ ટ્રેન તૈયાર થઇ જશે તેવો દાવો મેન્યુફેક્ચરિંગ કંપનીએ કર્યો છે.

 

 

 

(6:19 pm IST)