Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

બે વર્ષના દીકરાને પીઠ પર બાંધીને એન્કરે વેધર રિપોર્ટ આપ્યો

ન્યુઝીલેન્ડનાં વડાપ્રધાન જેસિન્ડા એર્ડને તેમના ત્રણ વર્ષના બાળકને લઇને યુનાઇટેડ નેશન્સની મીટિંગમાં પહોંચ્યાં હતાં. એમ હવે ઓફિસમાં પોતાના બાળકને સાથે લઇને જવાની નવી ફેશન શરૂ થઇ હોય એવું લાગે છે. અમેરિકાના મિનેસોટા રાજયમાં સુઝી માર્ટિન નામની એક ન્યુઝ-એન્કરે પણ પોતાના બે વર્ષના બાળક સાથે એક શો કર્યો હતો. લાઇવઙ્ગટીવીમાં વેધર રિપોર્ટ વાંચવા માટે સુઝી બે વર્ષના દીકરાને પીઠ પાછળ બાંધીને આવી હતી. ૧થી ૭ ઓકટોબર દરમ્યાન ઇન્ટરનેશનલ બેબી વેઅરિંગ વીક ચાલી રહ્યું હોવાથી સુઝીને આવું કર્યુ હતું. વિડીયોમાં તે મોસમની જાણકારી આપી રહી છે ત્યારે તેનો દીકરો પીઠ પાછળ બાંધેલો છે અને ઘસઘસાટ ઊંઘમાં છે.

(3:41 pm IST)