Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ભારતીય ડાન્સર્સ ગ્રુપ 'વી અનબીટેબલ' અમેરીકા'સ ગોટ ટેલેન્ટના ફાઇનલમાં

મુંબઈ : ઇન્ડિયન ડાન્સર્સ આજકાલ દુનિયાભરમાં પોતાનો જાદુ ફેલાવી રહ્યા છે. હવે ભારતીય ડાન્સર્સના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 'અમેરીકા ગોટ ટેલેન્ટ'માં સમાવિષ્ટ મુંબઈનું ડાન્સ ગ્રુપ  'વી અનબીટેબલ' હવે ફાઈનલ માટે તૈયાર છે.  આ ગ્રુપ ''અમેરીકા ગોટ ટેલેન્ટ'ના ફાઇનલમાં પ્રવેશ્યું છે.

 સેમિ ફાઇનલમાં,  રણવીર સિંહ અને અર્જુન કપૂર પર ફિલ્માવેલ 'જશ્ને ઇશ્કા' ગીત પર ગ્રુપે જોરદાર પ્રદર્શન આપીને જજને પ્રભાવિત કર્યા. આ શાનદાર પ્રદર્શનને જોતાં શોના જજએ જુલિયાના હફ, ગેબ્રિએલા યુનિયન અને હોવી મેન્ડેલ તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. બે દિવસ પહેલા અપલોડ કરેલો આ વીડિયો અત્યાર સુધીમાં ૨૫ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

અમેરિકા ગોટ ટેલેન્ટે આ સારા સમાચાર તેના સત્ત્।ાવાર ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યા છે. નોંધનીય છે કે, શોની ફાઇનલ ૧૬ સપ્ટેમ્બરના રોજ યોજાશે. જેમાં વી અનબીટેબલ, ડેટ્રોઇટ યુથ કવાર, રાયન નિલમિલર, એમાન બીશા, ટાઇલર બટલર - ફિગુએરોઆ સાથે વોઈસેસ ઓફ સર્વિસ સહીત અન્ય સ્પર્ધકો ફાઇનલમાં પહોંચી ગયા છે.

(4:15 pm IST)