Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ધ્રુવીય રીછ પર જળવાયું પરિવર્તનની થઇ રહી છે ઘાતક અસર

નવી દિલ્હી: ભવિષ્યમાં  માનવીને ધ્રુવીય રીછનો તેમની ઘરની આસપાસ સામનો કરવાની નોબત આવશે। કારણ કે રિછ ધ્રુવોને છોડીને સમુદ્રના કિનારા પર આવવા લાગ્યા છે અલાસ્કાના વૈજ્ઞાનિકોએ કરેલ અનુમાન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આવનાર સમયમાં રીછ આપણી  આબાદીની નજીક આવી શકે છે. એવામાં લોકોની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. સમુદ્રમાં આવતા જળવાયું પરિવર્તનના કારણે રીછ પર આ ખુબજ અસર થઇ રહી હોવાનું માલુમ પડી રહ્યું છે અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ તેમના માટે ઘાતક સાબિત થઇ શકે છે.

(6:36 pm IST)