Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

પાકિસ્તાન: કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટથી 4ના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનમાં કોલસાની ખાણમાં મિથેન ગેસના કારણે વિસ્ફોટ થતા ચાર લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય 13 લોકો અંદર ફસાઈ ગયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે સ્થાનિક પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ આ વિસ્ફોટ રવિવારના રોજ કવેટાથી 50 કિલોમીટર દૂર આવેલ સંજિદી ગામમાં થયો હતો આ ઘટનામાં હજુ સુધી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને અંદર ફસાયેલ લોકોને બહાર કાઢવનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

(6:38 pm IST)