Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

આ બહેનને પતિએ ખુબ મહેનતથી બનાવેલો બ્રિટનનો બૈસ્ટ બગીચો સૌતન જેવો લાગે છે

લંડન તા ૧૩ : ઇંગ્લેન્ડના ડોન્કેસ્ટર ટાઉનમાં રહેતા એની અને સ્ટુઅર્ટ ગ્રિન્ડોના ઘરની બહારનો બગીચો વર્ષના ૩૬૫ દિવસએકસરખો લીલોછમ અને સૂંદર હોય છે. તાજેતરમાં આ ગાર્ડનને બ્રિટનની બેસ્ટ લોનનો  એવોર્ડ મળ્યો છે. ૭૫ વર્ષના સ્ટેઅર્ન્ટ છેલ્લા ૫૪ વર્ષથી બગીચાને સંદર રાખવાનુંં લિટરલી ઓબ્સેશન ધરાવે છે. રિટાયર થયા પછી તો સ્ટુઅર્ટ  દિવસના ૧૫ કલાક બગીચાની સારસંભાળવા જ ગાળે છે. પાંચ દાયકાથી વધુના  લગ્નજીવન પછી હવે એનીને પણ બગીચા માટેનું પતિનું એબ્સેશન સ્વીકારી  લીધું છે. દર વર્ષે  લગભગલ લાખ રૂપિયાનોે ખર્ચો બગીચા માટે કરે છે. બીગચાનું ઘાસ સોફટ, સ્પોનજી અને સ્મૂધ કાર્પેટ જેવું લાગે એ માટે સ્ટુઅર્ટ કલાકો સુધી ગાર્ડનમાં જાતે જ મહેનત કરતા હોય છે. અતયારસુધીમાં સ્ટુઅર્ટ લગભગ પચાસેક ોાખ રૂપિયાનો ખર્ચો સીડ્સ, ગેજેટ્રસ અને ટ્રિમિંગના સાધનો પાછળ કરી ખીધો છે. આ ગાર્ડન માટે સ્ટુઅર્ટ એટલા પઝેસિવ છે કે તેમના સંતાનો અને પોૈત્ર પોૈત્રીઓને પણ એમાં રમવા નથી દેતા.

(3:54 pm IST)