Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

આ બહેને હથેળીમાં સમાય એવાં પ૦૦૦ પેઇન્ટિંગ્સ તૈયાર કરવાનો રેકોર્ડ બનાવ્યો

ન્યુયોર્ક તા. ૧૭ :.. અમેરિકાના સેન એન્ટોનિયોમાં રહેતાં માર્થા ઓકા નામનાં આર્ટિસ્ટ પાસે તેમણે પોતે જ બનાવેલું અનોખું ટચૂકડાં ચિત્રોનું કલેકશન છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેમને સૌથી વધુ ટચૂકડા પેઇન્ટિંગ્સ બનાવવાનો ખિતાબ આપવામાં આવ્યો છે. માર્થાએ દોઢ બાય બે ઇંચની ફ્રેમમાં મઢી શકાય એવા એક્રેલિકસ, ઓઇલ પેઇન્ટ અને વોટર કલર પેઇન્ટ દ્વારા ચિત્રો તૈયાર કર્યા છે. આમ તો માર્થાએ આ કાર્ય ર૦૧પ ના નવેમ્બર મહિનામાં પુરૃં કરી દીધું હતું અને એક એકિઝબિશન પણ ગોઠવેલું. જો કે ગિનેસ વર્લ્ડ રેકોર્ડસની જરૂરીયાત હતી કે આ તમામ ચિત્રોનું કોડીંગ અને નામકરણ થયેલું હોવું જોઇએ અથવા તો એકિઝબીશનનું વિડીયો-ફુટેજ પુરાવારૂપે મુકવું પડે. આ કારણોસર માર્થાનું નામ ર૦૧પ માં ઓફિશ્યલ રેકોર્ડમાં સમાવવામાં નહોતું. આવ્યું. દરેક પેઇન્ટીંગનું નામકરણ કર્યા પછી હવે સૌથી  વધુ મીનીએચર પેઇન્ટિંગ્સનું કલેકશન કરવાનો રેકોર્ડ માર્થાના નામે થયો છે. (પ-૮)

(10:31 am IST)