Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

અમેરિકાના ફ્લોરિડામાં ભયાનક ચેપ વચ્ચે પણ ડિઝનીલેન્ડમાં હજારો લોકો પહોંચી ગયા

નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ભયાનક વાઈરસ સંક્રમણ વચ્ચે હજારો લોકો શનિવારે ખુલ્લા મુકાયેલા ડિઝની વર્લ્ડમાં પહોંચ્યા હતા. ઓરલેન્ડોની નજીક આવેલા વિશાળ રિસોર્ટના ચારમાંથી બે મુખ્ય પાર્ક- મેજિક કિંગડમ અને એનિમલ કિંગડમ ખુલ્લા મુકાયા છે. અહીં તાપમાનની તપાસ પછી પ્રવેશ અપાયો હતો. સુરક્ષા માટે પાર્કમાં કેટલાક વિભાગ બંધ રખાયા છે. ડિઝનીના હોલિવૂડ સ્ટૂડિયો બુધવારથી ખુલશે. બીજી તરફ સોશિયલ મીડિયા પર પાર્ક ખોલવાની ટીકા થઈ રહી છે. ડિઝનીએ અત્યંત ખતરનાક સમયમાં પાર્ક ખોલવાનું જોખમ ઉઠાવ્યું છે.

 

            મોટાભાગના લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું હતું. ડિઝનીના દરેક કર્મચારીએ મસ્ક અને ફેસ શીલ્ડ પહેર્યા હતા. ડિઝનીએ જણાવ્યું નથી કે કેટલા લોકો આવ્યા હતા. લોકોને રાઈડ માટે પાંચ મિનિટથી વધુ રાહ જોવી પડી હતી. દુનિયામાં ડિઝનીનો સૌથી વધુ વ્યસ્ત રહેતો પાર્ક છે. વિશ્લેષકોનું અનુમાન છે કે, ડિઝનીને જુનમાં સમાપ્ત ત્રિમાસિકમાં રૂ. 7500 કરોડનું નુકસાન થઈ શકે છે. તેણે લગભગ રૂ.98 હજાર કરોડની નવી લોન લીધી છે. લગભગ એક લાખ કર્મચારીઓને 80% વેતન સાથે રજા પર મોકલી દેવાય છે અને અધિકારીઓનો પગાર કાપી નખાયો છે.

(6:09 pm IST)