Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

નાયગરા ધોધમાં ૧૮૮ ફુટ પરથી પડયા બાદ પણ પર્યટકને બચાવી લેવાયો

ન્યુયોર્ક તા. ૧૩: જેણે નજરોનજર વિશ્વપ્રસિદ્ધ નાયગરા ધોધ જોયો હોય તે કલ્પના પણ ન કરી શકે કે એમાં પડયા પછી પણ કોઇનો જીવ બચી શકે છે. કેનેડાની સાઇડ પરથી મંગળવારે એક સહેલાણી આ હોર્સ શૂ ફોલ્સમાં ફસાઇ ગયો હતો. આ ધોધ લગભગ ૧૮૮ ફુટ ઊંડો છે. નજરે જોનારા લોકોએ આ વ્યકિતના પડવાની ખબર નાયગરાની દેખભાળ કરતી સ્થાનિક પોલીસને આપી અને પોલીસ રેસ્કયુ ટીમ સાથે જગ્યા પર પહોંચી ગઇ. પોલીસે જોયું તો એ પ્રવાસી નીચે પડીને સાઇડની એક વોલ પર ચડી ગયો હતો અને પછી પાણીના હળવા પ્રવાહ સાથે વહીને ઝરણાની કિનારે આવેલા એક ખડક પર ચડીને બેસી ગયો હતો. પોલીસને એ ચટ્ટાન પરથી પ્રવાસીને બહાર કાઢતાં લગભગ અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો.

આ કંઇ પહેલવહેલી ઘટના નથી. ૧૯૬૦ પછી આ પાંચમી ઘટના છે જેમાં પાણીમાં પડયા પછી પણ પ્રવાસીને બચાવી લેવાયો હોય. મંગળવારે જે વ્યકિતને બચાવાયો એ કેવીરીતે પડયો એન. ખબર પડી નથી, પરંતુ આ પહેલાં ત્રણેક જણ સ્ટન્ટ કરવા જતા પડયા હતા. આત્મહત્યા કરવાનું પણ આ બહુ જાણીતું સ્થળ છે, એક સ્થાનિક ન્યુઝ એજન્સીના અંદાજ મુજબ દર વર્ષે અહીં લગભગ રપ જણ આત્મહત્યા કરે છે.

(3:43 pm IST)