News of Wednesday, 13th June 2018

વિશ્વની સોૈથી મોટી રેકોર્ડ બ્રેક સાબુની ટીકડી ૯૦ કિલોની

ન્યુયોર્ક તા ૧૩ : અમેરિકાના ઇન્ડિયામાં આવેલા સાબુના એક સ્ટોરે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મામા પીઅરસન સોપેરિયમ નામના સ્ટોરે કુલ ૯૦ કિલો વજન ધરાવતો વિશ્વનો સોૈથી મોટો બાથ-બોમ્બ બનાવ્યો છે. આ માટે બેકિંંગ સોડા, સાઇટ્રિક એસીડ,શીઆ બટર, ઓલિવ ઓઇલ, પોલિસ સોબેટ ૮૦ અને લેમન ગ્રાસની ફ્રેગ્રન્સ વાપરીને એક મોટો ગોળો બનાવ્યો હતો. હાલમાં બાથ-બોમ્બ એટલે કે બાથટબમાં નાખવાના સોપની ટીકડીનો કોઇ રેકોર્ડ નહતો એટલે ગ્રિનેસના અધિકારીઓ દ્વારા આ સ્ટોરને ૨૦ કિલોથી વજનનો એક ગોળા બને તો પણ રેકોર્ડ તરીકે માન્યતા મળશે એવું કહેલું જયારે રેકોર્ડ મિનિમમ જરૂરીયાત કરતા લગભગ સાડાચાર ગણા વધુ વજનનો બન્યો હતો. (૩.૩)

(11:38 am IST)
  • સુરતમાં પ્લાસ્ટીક પાઉચના ઉપયોગ પર આજથી પ્રતિબંધ access_time 2:43 pm IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • મુંબઇમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ : મુંબઇના વર્લીમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગીઃ ૧૦ થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળેઃ ફાયર રેસ્કયુની કામગીરી ચાલુ access_time 3:46 pm IST