Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

અમેરિકામાં દવોના ઓવરડોઝથી મોતનો આંકડો સતત વધતો રહેતો હોવાની માહિતી

નવી દિલ્હી: સેન્ટ્રલ ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના રિપોર્ટ અનુસાર આ મોતમાંથી બે તૃતિયાંશ મોતનું કારણ ફેન્ટેનાઈલ અને સિન્થેટિક ઓપિયાર્ડનો મોટા પ્રમાણમાં ઉપયોગ છે. સીડીસી અનુસાર અમેરિકામાં દવાઓના ઓવર ડોઝથી મોતનો આંકડો સતત વધતો રહે છે. કોરોના મહામારી દરમિયાન તેમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2021માં વાર્ષિક મૃત્યુના દરમાં લગભગ 50 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર 2020ની તુલનામાં વર્ષ 2021માં દવાઓના ઓવર ડોઝથી 14 હજારથી વધુ લોકોના મોત થયા હતા. નશીલા પદાર્થોના સેવનથી 80 હજાર લોકોના મોત થયા હતા. કેલિફોર્નિયામાં વર્ષ 2021માં એક લાખ લોકોના મોત નિપજયા છે. કોરોના મહામારી દરમિયાન અમેરિકાના ગ્રામીણ ક્ષેત્રોમાં દવાઓના ઓવર ડોઝથી મોતના કિસ્સા વધ્યા છે. વર્ષ 2021માં દવાઓના ઓવરડોઝથી સૌથી વધુ મોત અલાસ્કામાં થયા છે. જામા પીડિયાટ્રકસમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ અમેરિકામાં દવાઓના ઓવર ડોઝથી 2015થી 2019 દરમિયાન કુલ 12 લાખ લોકોના મોત નિપજયા હતા.

 

(5:28 pm IST)