Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ચીન વેપાર કરાર નહિ કરો તો 200 અમેરિકી કંપનીઓ ચીનમાંથી ભારતમાં ખસેડાશે :ટ્રમ્પે આપી ચીનને ધમકી

જો મારા બીજા કાર્યકાળની વાતચીત થઈ તો ચીન માટે સમાધાનની સ્થિતિ વધુ ખરાબ હશે:ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ખુલી ધમકી આપી છે કે જો વેપાર કરાર નહિ કરાય તો તેની બહુ ખરાબ અસર પડશે

  ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને  ટ્રમ્પે આ ચેતવણી એવા સમયે આપી છે કે જ્યારે લગભગ 200 અમેરિકી કંપનીઓ પોતાના મેન્યુફેક્ચરિંગ હબ ચીનમાંથી ભારતમાં ખસેડવા પર ચર્ચા કરી રહી છે. ટ્રમ્પે ટ્વિટ કરી કે "હું રાષ્ટ્રપતિ શી અને ચીનના અમારા અન્ય તમામ મિત્રોને ખુલ્લેઆમ કહેવા માંગુ છું કે જો તમે વેપાર કરાર નહીં કરો તો ચીન પર તેની ખુબ ખરાબ અસર પડશે. કારણ કે કંપનીઓ ચીનને છોડીને અન્ય દેશમાં જવા માટે બાધ્ય થઈ જશે.ટ્રમ્પે કહ્યું કે "ચીનમાં ખરીદી ખુબ મોંઘી છે. તમારી સામે ઉત્તમ રજુઆત કરી હતી, જેની પ્રક્રિયા લગભગ પૂરી થઈ ગઈ હતી અને તમે પીછેહટ કરી."

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને તત્કાળ વેપાર યુદ્ધને લઈને કરાર કરવાની ચેતવણી ઉચ્ચારી.  તેમણે કહ્યું કે જો ચીને હાલ સમાધાન ન કર્યું તો તેમના (ટ્રમ્પના) બીજા કાર્યકાળમાં આ વાતચીત થઈ તો સ્થિતિ વધુ વણસી જશે. બંને દેશો વચ્ચે હાલ વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે. જેને સમાપ્ત કરવા અંગે અનેક તબક્કાઓની વાર્તા થઈ ચૂકી છે. શુક્રવારે પણ બે દિવસની વાતચીત કોઈ પણ પરિણામ વગર સમાપ્ત થઈ ગઈ. ચીનના ટોચના પ્રતિનિધિએ જણાવ્યું કે હવે આગામી તબક્કાની વાતચીત બેઈજિંગમાં થશે. જો કે તેમણે આ બેઠકની કોઈ તારીખ ન જણાવી. તેમણે ચેતવણી આપી કે ચીન મહત્વપૂર્ણ સિદ્ધાંતો પર કોઈ સમાધાન કરશે નહીં.

  ટ્રમ્પે શનિવારે ટ્વિટ કરીને કહ્યું કે, "મને લાગે છે કે ચીનને હાલની વાતચીતમાં એ રીતે ઝટકો લાગ્યો છે કે તેઓ 2020ની આગામી ચૂંટણી સુધી રાહ જોવા માંગે છે. તેઓ એ જોવા માંગે છે કે જો ભાગ્યએ સાથ આપ્યો અને 2020માં કોઈ ડેમોક્રેટ રાષ્ટ્રપતિ બની ગયા તો તેઓ અમેરિકાને દર વર્ષે 500 અબજ ડોલરનો ચૂનો લગાવતા રહેશે.

  તેમણે કહ્યું કે, "મુશ્કેલી બસ એ છે કે તેઓ જાણે છે કે હું જીતવાનો છું. અમેરિકાના ઈતિહાસમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ સૌથી સારી રહી છે અને રોજગારના નંબર પણ ઠીક રહ્યાં છે. તથા બીજુ  પણ ઘણું બધુ રહ્યું છે. જો મારા બીજા કાર્યકાળની વાતચીત થઈ તો ચીન માટે સમાધાનની સ્થિતિ વધુ ખરાબ હશે. તેમના માટે એ જ સારું રહેશે કે અત્યારે વાતચીત પૂરી કરી લે અને કોઈ ડીલ પર પહોંચે. જો કે હાલ ટેક્સ વસુલવામાં મને મજા આવી રહી છે."

(11:58 pm IST)
  • બે દિવસથી ખાતરના બેગની તપાસ થઇ રહી છેઃ રિપોટ તૈયાર કરી સરકારને સોંપાયા બાદ વેચાણ શરૂ કરાશેઃ કૃષિમંત્રી આર. સી. ફળદુ access_time 12:45 pm IST

  • ૬ તબક્કાની ૪૮૪ બેઠકોનું પરિણામ EVM માં કેદ : ૬૬ ટકા મત પડયાઃ નવી દિલ્હી : છ તબક્કાનું મતદાન પુરૂ : ૪૮૪ બેઠકોના ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ : અત્યાર સુધીમાં ૬૬ ટકા મતો પડયા : ર૦૧૪માં ૬૬.૪ ટકા મતદાન થયું હતું: ૧૭મી લોકસભા માટે દરેક તબક્કામાં વોટીંગ ઘટી રહ્યું છે ર૦૧૪નો રેકોર્ડ તૂટશે કે પછી ? access_time 11:33 am IST

  • જમ્મુ-શ્રીનગર હાઇવે પર ફસાયેલા બિન સૈન્ય વાહનોને આગળ વધવાની મળી મંજૂરી :કાશ્મીરને દેશના અન્ય હિસ્સા સાથે જોડતા 270 કિલોમીટર લાંબો રાજમાર્ગ દરેક ઋતુમાં ચાલુ રહેવાવાળો એકમાત્ર માર્ગ છે access_time 1:09 am IST