Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

૧૫૫૯ પ્રયાસો પછી બેસીને ઊડી શકાય એવું ડ્રોન બનાવ્યું આ ભાઇએ

બીજીંગ, તા.૧૩: ચીનના ચાંગશા શહેરના ૪૧ વર્ષના ઝાઓને બાળપણમાં એક કાર્ટૂન જોઇને એવું જ કંઇક સાધન બનાવવાનું મન થયું હતું. એ માટે ભાઇસાહેબ બરાબર મચી પડ્યા હતા. એક ઊડતું ડ્રોન જેવું સાધન જેના પર બેસીને સફર કરી શકાય એવી બાળ ઇચ્છા પૂરી કરવા માટે તેણે લગભગ ૧૫૦૦ નિષ્ફળ પ્રયાસ કર્યા. આખરે ૧૫૫૯ પ્રગાસ પછી તેને સફળતા મળી. ઝાઓએ ડ્રોન જેવી દેખાતી બાઇક બનાવી છે જે હવામાં ૩૦૦૦ મીટર ઊચે ઊડી શકે છે લિથિયમ બેટરીથી ચાલતું આ ઙ્ગડ્રોન ૭૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડે છે. ઝાઓને આ ડિવાઇસ બનાવવાનું એવું ઝનૂન ચડયું હતું કે તેણે આ પ્રયોગ માટે પોતાનું ઘર પણ વેચી દીધું હતું. ઝાઓએ આ ક્રીએશનને મેજિક કલાઉડ નામ આપ્યું છે. હવે જેના પર સવારી કરી શકાય એવા ડ્રોનને જોવા માટે લોકો તેના ઘરે ઊમટી રહ્યા છે.

(3:40 pm IST)