Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

કોરોનની અસરથી આ કપિરાજોને થયું આટલું મોટું નુકશાન

નવી દિલ્હી: અજબ ગજબ સંસારમાં દરરોજ કંઈકને કંઈક નવીન ઘટના બનતી જ રહે છે માનવીમાં જાનવર વિષે જાણવાની ખુબજ જિજ્ઞાસા હોય છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક અજીબ પ્રકારનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે  જેમાં સેકેડો કપિરાજ ચારે બાજુથી  રસ્તા પર નજરે પડી રહ્યા છે.

થાઈલેંડનો આ વિડીયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં સેકેડો વાનર રસ્તા પર દોડાદોડી કરી રહ્યા છે અને તેમાંથી એક વાનર પાસે કેળું છે જેને તે લેવા માંગે છે. હાલમાં કોરોનના કારણોસર પર્યટકો ઓછા ફરવા આવે છે જેના  કારણોસર આ વાનરો માટે જમવાનું સંકટ બની ગયું છે  એ દરમ્યાન એક વાનરના હાથમાં કેળું આવે છે જેને ખાવા માટે બધા જ વાનરો તેની પાછળ દોડી રહ્યા છે વાનરોનું આવું કરતા જોઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

(5:53 pm IST)