Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ઓનલાઇન મંગાવેલ ફૂડમાંથી નીકળ્યા 40થી વધુ વંદા

નવી દિલ્હી: હોટલમાંથી ઓનલાઇન ભોજન મંગાવવામાં ઘણીબધી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે અને તેમાંથી કશુંક નીકળ્યું હોવાની ઘટના અવારનવાર સોશિયલ મીડિયામાં સામે આવી છે અને આ જોઈને હોટલનું જમવાના શોખીન લોકોના હોશ ઉડી જતા હોય છે હાલમાં જ બનેલ એક ઘટના મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક શખ્સે ઓનલાઇન જમવાનું મંગાવતા તેની અંદરથી 40થી વધુ મૃત વંદા નીકળ્યા છે આ સાંભળીને સહુ કોઈને અચરજ થઇ રહી છે આ ઘટના ચીનના શૈતો શહેરની છે જેમાં એક મહિલા સાથે આ થયું છે આ ઘટનાના વીડિયોને ફોટો સોશિયલ મીડિયામાં ખુબજ શેર થઇ રહ્યા છે.

(6:06 pm IST)