Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ગંભીર રીતે ઇજા પામેલા દર્દીને સંગ્રહિત લોહી ચડાવવું અસુરક્ષિત

ન્યુયોર્ક, તા. ૧૩ :  ગંભીર રીતે જખમી થયેલા અને અકસ્માતમાં પુષ્કળ લોહી ગુમાવી દેનારા પેશન્ટને લાંબા સમયથી સંગ્રહ કરી રાખેલું લોહી ચડાવવાુ સુરક્ષિત નથી. સંગ્રહ કરાયેલા લોહીની અનેક આડઅસર પણ થઇ શકે છે. અમેરિકામાં આવેલી યુનિવસિૃટી ઓફ અલાબામાના ભારતીય મુળના સાયન્ટિસ્ટ રાકેશ પટેલ સહિત કેટલાક વૈજ્ઞાનિકોએ કરેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે  ગંભીર ઇજા પામેલા પેશન્ટને ઘણું લોહી ચડાવવામાં આવે છે, જે રકતના પ્રવાહમાં અવરોધ ઉભો કરી ને જટિલ આંતરિક અંગોને નુકશાન પહોંચાડી શકે છે. અનેક કેસમાં આવા લોહીને કારણે ફેફસાનું ઇન્ફેકશન પણ થઇ શકે છે. લોહીમાં રહેલું હેમી નામનું ઘટક લોહીને એનો લાભ રંગ આપે છે. તેમ જ ફેફસામાંથી ઓકિસજનનું વહન કરાવમાં મદદરૂપ થાય છે. આમ તો હેમી સુરક્ષિણ અને લોહીમાનું એક અત્યંત આવશ્યક ઘટક મનાય છે પણ લાલ કણોની બહાર નીકળ્યા બાદ એ ઝેરી બની જાય છે અને શરીરના ટિશ્યુને ઇજા પહોંચાડી શકે છે. સંગ્રહ કરાયા બાદ લોહી ચડાવવામાં આવે ત્યાં સંગ્રહિત લાલ રકતકણો ખુલ્લા રહી જાય છે. અને એમાંથી હેમી મુકત થઇ જાય છે અને એ જોખમી બની જાય છે.

(4:35 pm IST)