Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

અમેરિકા-મેકિસકો સરહદે દીવાલને લઇને અંતે સંમતિ-સમજૂતી સધાઇ

  વોશિંગ્ટનઃ અમેરિકામાં ફરી એક વખત શટડાઉન નિવારવા માટે અમેરિકા-મેકિસકો સરહદે દીવાલ બનાવવાને લઇને હવે અમેરિકન સાંસદો વચ્ચે સંમતિ અને સમજૂતી સધાઇ ગઇ છે અને રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ દીવાલ બનાવવા માટે ૧.૪ અબજ ડોલરનું ભંડોળ ફાળવવાનો નિર્ણય લેવાઇ ચૂકયો છે.

સંસદીય સાથીઓના જણાવ્યા અનુસાર ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી કોઇ પણ સંજોગોમાં ફરીથી શટડાઉન થવા દેવા ઇચ્છતી નથી અને તેથી દીવાલના નિર્માણ માટે જેટલી પણ રકમ મળશે તેનાથી સમાધાન કરી લેવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે અમેરિકા-મેકિસકો સરહદે દીવાલ બાંધવા માટે પ.૭ અબજ ડોલરની જંગી રકમ માગી હતી, પરંતુ હવે તેમને માત્ર ૧.૪ અબજ ડોલરથી કામ ચલાવી લેવું પડશે.(૪૦.૧૦)

(3:53 pm IST)