Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ઓસ્ટ્રેલીયામાં આગથી બચેલા લાખો જાનવરો માટે હેલિકોપ્ટરમાંથી કંદમૂળ ફેંકાય છેઃ કેટલીય મહત્વપૂર્ણ પ્રજાતિઓ લૂપ્ત થવાનું જોખમ

સિડની તા. ૧૩: ઓસ્ટ્રેલીયાના જંગલોમાં લાગેલી ભીષણ આગના કારણે કેટલાય જંગલી જાનવરોનો નાશ થયો છે. અત્યાર સુધીમાં પ૦ કરોડથી વધારે જાનવરો મરી ગયા હોવાનો અંદાજ છે. એટલું જ નહીં ઘણી વનસ્પતિઓ અને ઝાક છોડ પણ બળીને ખાખ થઇ ગયા છે. આ સિવાય જે જાનવરો આ ભીષણ આગથી બચી ગયા છે તેમને પણ બચાવવાની કોશિષ હવે શરૂ થઇ છે.

વન્ય જીવો હવે ભોજનના અભાવે ન મરી જાય તેના માટે જંગલમાં હેલિકોપ્ટરોમાંથી હજારો કિલો ગાજર અને શકકરીયા ફેંકવામાં આવ્યા છે જેથી જાનવરો ભૂખથી ન મરી જાય. ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અનુસાર ન્યુ સાઉથ વેલ્સમાં લગભગ ૧૩પ જગ્યાઓએ આગ હજુ પણ ચાલુ છે જયારે વિકટોરીયામાં ર૩ જાગ્યાઓએ આગ ચાલુ છે.

ન્યુ સાઉથ વેલ્સના પર્યાવરણ પ્રધાન મેટ કીનનું કહેવું છે કે જાનવર ભોજનના સ્ત્રોત છોડીને ભાગી ચૂકયા છે. એટલે તેમનો જીવ તો બચી ગયો પણ ભોજન એ તેમની હાલની મોટી સમસ્યા છે. પૂર્વ ગિપ્સલેન્ડમાં ૮ લાખ હેકટરથી વધુ જમીન બળી ગઇ છે. જંગલોમાં કાંગારૂઓ માટે ત્રણ ટન ભોજન અલગથી મોકલાયું છે. અહીં કેટલાક વિમાનોને તૈયાર રખાયા છે. જેને બે દિવસ પછી રવાના કરાશે.

વિશ્વ વન્ય જીવન કોષનું અનુમાન છે કે ઓસ્ટ્રેલીયાના જંગલોમાં ૧.રપ બીલીયન પશુઓના મોત થઇ ચૂકયા છે. ડબલ્યુ ડબલ્યુ એફ-ઓસ્ટ્રેલીયાના સીઇઓ ડોર્મટ ઓગોર્મને કહ્યું કે આ હૃદય વિદારક ઘટનામાં એન. એસ. ડબલ્યૂ.ના મધ્ય-ઉતરી કિનારા પર હજારો કિંમતી કોલાઓ સાથે સાથે કાંગારૂ, ગ્લાઇડર, પોટરો અને કાકૈટો જેવી કેટલીય પ્રજાતિઓને નુકસાન થયું છે.

(3:43 pm IST)