Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

લંડનમાં ચામાચીડિયાની સાઈટ તોડી પાડનાર બિલ્ડરને 6 લાખ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો

નવી દિલ્હી: લંડનમાં ચામાચીડિયાની સાઈટ તોડી પાડનારા બિલ્ડરને છ લાખ પાઉન્ડ એટલે કે અંદાજે છ કરોડ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વાઈલ્ડ લાઈફ ક્રાઈમ અંતર્ગત આ કાર્યવાહી થઈ હતી. બિલ્ડરે ચામાચીડિયાને યોગ્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવાને બદલે ચામાચીડિયાની સાઈટ જ તોડી પાડી હતી.

             વાઈલ્ડ લાઈફ ક્રાઈમ અંતર્ગત બિલ્ડર સામે આકરા પગલાં ફરીને બ્રિટનની સ્થાનિક બોડીએ ચામાચીડિયાની સાઈટ તોડી પાડનારી બાંધકામ કંપનીને છ કરોડ રૃપિયાનો માતબર દંડ ફટકાર્યો હતો. કંપનીએ ગ્રીનવિચમાં એક કન્સ્ટ્રક્શન સાઈટને તોડી ત્યારે સાથે સાથે ચામાચીડિયાના માળા અને તેની આખી વસાહત તોડી પાડી હતી. બ્રિટનમાં ૨૦૧૦માં લાગુ થયેલા નવા નિયમો પ્રમાણે કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઈટમાંથી જો સજીવોને હટાવવા હોય તો બિલ્ડરે બ્રિટનની નેચરલ ઈંગ્લેન્ડ એજન્સીની પરવાનગી લેવી પડે છે. એજન્સી એ શરતે પરવાનગી આપે છે કે બાંધકામ કરનારી કંપનીએ યોગ્ય પ્રક્રિયા દ્વારા સજીવોનું કુદરતી સ્થળાંતર કરાવવું પડે છે. નિષ્ણાતોની મદદથી જ્યારે સજીવોની વસાહત બીજે ખસેડાઈ જાય પછી જ બાંધકામ શરૃ કરી શકાય છે.

(6:26 pm IST)