Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

અમેરિકામાં બે દશકા પહેલા ડબલ મર્ડર કરનાર ગુનેગારોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી

નવી દિલ્હી: અમેરિકામાં બે દશકા પહેલાં ડબલ મર્ડર કરનારા ગુનેગારને મૃત્યુદંડ અપાયો હતો. ઝેરી ઈન્જેક્શન આપીને મોતની સજાનો અમલ કરાયો હતો. સામાન્ય રીતે પ્રમુખપદની ચૂંટણી થાય પછી નવા પ્રમુખ શપથ ગ્રહણ ન કરે ત્યાં સુધી ગુનેગારોની મોતની સજાનો અમલ થતો નથી, પરંતુ ટ્રમ્પે ૧૩૦ વર્ષ જૂની પરંપરા તોડીને મોતની સજા અમલી બનાવી હતી.

       ટેક્સાસની ગુનાખોરી ગેંગના સભ્ય અને ડબલ મર્ડર કેસમાં ગુનેગાર ઠરેલા બ્રાન્ડોન બર્નાર્ડ નામના દોષીને ટ્રમ્પ સરકારે મૃત્યુદંડની સજા આપી હતી. ઈન્ડિયાના રાજ્યના ટેરેની જેલમાં એ ગુનેગાર સજા કાપતો હતો. એ જેલમાં જ તેને ઝેરી ઈન્જેક્શન આપીને સજાનો અમલ કરાયો હતો. મોડી રાતે બર્નાર્ડના વકીલોએ એ સજાનો વિરોધ કરતી અરજી કરી હતી, પરંતુ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. વકીલોએ દલીલ કરી હતી કે પ્રમુખના ટ્રાન્ઝિશન પિરિયડમાં સામાન્ય રીતે મૃત્યુદંડની સજાનો અમલ થતો નથી, પરંતુ કોર્ટે એવો કોઈ નિયમ ન હોવાનું જણાવીને મૃત્યુદંડ આપવાની સરકારની અરજીને માન્ય રાખી હતી.

(6:26 pm IST)