Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ઇઝરાયલમાં બાળકો શાળાએ જવા લાગ્યા

જો કે રેડઝોન વિસ્તારોમાં ચાલુ નહીં કરાય, ૧૨૦૦ જેટલા નવા કેસો થયા : તહેવારો શરૂ થઇ રહ્યા હોવા છતાં લોકડાઉનની તારીખ જાહેર કરાઇ નથી

નવી દિલ્હી,તા. ૧૨: ત્રણ મહિના સુધી ઘરમાં રહ્યા પછી ઇઝરાઇલના ૭ થી ૧૦ ધોરણના ૩,૪૫,૦૦૦ બાળકો શાળાએ જવા લાગ્યા છે અને આ સાથે ઇઝરાઇલમાં સ્કુલ સીસ્ટમ ફરીથી પૂર્વવત થઇ ગઇ છે. મોટાભાગના અભ્યાસ નાના નાના જૂથોમાં કરાવવામાં આવશે. અને રેડઝોન વિસ્તારોમાં તે ચાલુ નહીં કરાય.

છેલ્લા દસ દિવસોમાં રોજના સરેરાશ ૧,૨૦૦ જેટલા નવા કેસો આવી રહ્યા હોવાથી સંક્રમણને રોકવા માટેના પગલાઓ અંગે નિર્ણય લેવા માટે કેબીનેટ મીટીંગ થઇ હતી. શુક્રવારથી શરૂ થઇ રહેલ આઠ દિવસના હનુક્કાર તહેવાર છતા પણ આરોગ્ય મંત્રાલય લોકડાઉન માટે કોઇ તારીખ નક્કી નથી કરી.

ઇઝરાઇલમાં આરબ વિસ્તારો પર ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે કેમ કે આ લોકો તુર્કી, ગ્રીસ, સાયપ્રસ, સર્બીયા અને બલ્ગેરીયા જેવા દેશોમાં મુસાફરી કરતા રહે છે.

પરત આવ્યા પછી તેમને ફરજીયાત કવોરન્ટાઇન કરવા છતાં પણ આ વિસ્તારો કોરોના સંક્રમણના મુખ્ય હબ બન્યા છે. સરકાર તેમને કવોરન્ટાઇનનો ભંગ કરતા રોકવા માટે નવી પધ્ધતિની ચકાસણી કરી રહી છે.

(3:11 pm IST)