Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

પતિના લંચ બોકસમાંથી રોજ થોડુ ખાવા પાછળનું કારણ જાણી દિલ ભરાઇ આવશે તમારૃં

ન્યુયોર્ક,તા.૧૨: ટેકસસની ટ્રેસી હોવેલ અને કિલફોર્ડનાં લગ્નને ૪૧ વર્ષ થયાં છે, આજે પણ આ યુગલ વચ્ચેનો પ્રેમ અકબંધ છે. ટ્રેસીનું કહેવું છે કે લગ્ન થયાં એ દિવસથી જ તે તેના પતિ માટે ટિફિેન બનાવે છે અને ઘણી વાર પતિની સાથે જમવા માટે તેની ઓફિસ પણ પહોંચી જાય છે. એમ જ વાત-વાતમાં તેના પતિએ એક દિવસ ટિપ્પણી કરી કે એકલા જમવાને બદલે કોઈ સાથે વહેંચીને ખાવાથી ભોજનનો સ્વાદ વધી જાય છે. બસ, ત્યારથી

ટ્રેસીએ તેના પતિનું લંચ બોકસ ભરતી વખતે એમાંથી એક કોળિયો લેવાનો જાણે કે નિયમ બનાવી દીધો, તેના આ નિયમથી તેનો પતિ પણ ખૂબ ખુશ રહે છે.

ટ્રેસીએ આ બાબતનો ઉલ્લેખ તેના ફેસબુક પેજ પર કર્યો તેમ જ તેનો એક ટિફિનમાંથી બાઇટ લીધેલો હોય એવી વાનગીનો ફોટો પણ શેર કર્યો, જે વાંચીને નેટિઝન્સે બન્ને વચ્ચેના પ્રેમને વખાણ્યો છે.

(11:27 am IST)