Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

આ દાદીમાના ઘરમાં છે ૧૩૦૦ શ્વાનઃ ૧૦૦ બિલાડીઓ અને ૪ ઘોડા

ગાઠના ગોપીચંદન કરીને નિરાધાર પશુઓને આશ્રય આપે છે ચીનનાં દાદી

બીજીંગઃ ભારતના જીવદયા પ્રેમીઓએ ચીનનાં ૬૮ વર્ષનાં દાદીમા વેન જૂન હોન્ગ પાસે ઘણું શીખવા જેવું છે. તેમને નિરાધાર, રખડતાં, રઝળતાં પશુઓની સેવા કરવાનું ખૂબ ગમે છે. એ પશુઓને અન્ય દાતાઓની મદદથી સંસ્થાઓમાં જાળવવાનું કામ તો પ્રશંસનીય છે જ પરંતુ આ દાદીમા પોતાના ઘરમાં એવા ૧૩૦૦ શ્વાન, ૧૦૦ બિલાડીઓ અને ચાર ઘોડાને સાચવે છે. તેઓ  સોશ્યલ મીડિયા પર લોકપ્રિય બન્યાં છે. તેઓ વીસ વર્ષોથી એ કામ કરે છે. વીસ વર્ષ પહેલાં સૌપ્રથમ શેરીમાં રખડતા કૂતરાને આશ્રય આપ્યો હતો. આજે તેઓ રોજ પરોઢિયે ચાર વાગ્યે જાગીને ૨૫થી ૩૦ બેરલ કચરો સાફ કરે છે. ત્યાર પછી લગભગ ૫૦૦ કિલો ભાત, શાકભાજી અને માંસ પશુઓને ખાવા માટે રાંધે છે. એ કામોમાં તેમને છ સ્વયંસેવકો મદદ કરે છે. આટલા બધા ખર્ચને પહોંચી વળવા માટે એ દાદીમાએ તેમનો અપાર્ટમેન્ટ વેચી નાખ્યો છે. પોતાની બચત અને પેન્શનમાં આવતી રકમ ખર્ચી નાખી છે. લોન પણ લીધી છે. સમાન વિચારો ધરાવતા સોશ્યલ મીડિયા ફોલોઅર્સ અને અન્ય જીવદયા પ્રેમીઓ પાસેથી કયારેક તે દાન સ્વીકારે છે.

(10:02 am IST)