Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ

મિસ થાઈલેન્ડ માટે ફોટોશૂટ કરાવી રહી હતી ૩૦ મોડલ્સ, જે પુલ પર ઊભી હતી એ જ પડી ગયો : બધી ભપ થઇ ગઇ

બેંગ્કોક,તા. ૧૨: સોશિયલ મીડિયા પર રોજ અવનવા વીડિયો વાયરલ થાય છે. લોકો રોજ વાયરલ વીડિયોનો લુપ્ત ઉઠાવતા હોય છે, કેટલાક વીડિયોમાં લોકો ચોંકી જતા હોય છે અને કેટલાકમાં પોતાને હસતા પણ રોકી શકતા નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો થાઈલેન્ડનો છે. અહીં મિસ થાઈલેન્ડ માટે એક ફોટોશૂટનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને આ ફોટોશૂટ માટે લગભગ ૩૦ મોડલ્સ એક પૂલ પર ઊભી હતી, કેમેરામેન તેમના ફોટોશૂટ કરવામાં વ્યસ્ત હતો, ત્યારે જ અચાનક આ પૂલ તૂટી ગયો અને બધી મોડલ્સ તળાવમાં પડી ગઈ.

આ ઘટના થાઈલેન્ડના ચાંગ મઈનો છે. જયારે પૂલ પર ફોટોશૂટ ચાલી રહ્યું હતું એ સ્પર્ધાનો બીજો દિવસ હતો. એક કેફેમાં આ ફોટોશૂટ ચાલી રહ્યું હતું હતું. પૂલ પર જયારે બધી મોડલ્સ ચઢી તો એ પૂલ પડી ગયો. નીચે લગૂન હતું, તે પાણીમાં પડી ગયું. આ પૂલ પાણીમાં ગરકાવ થઈ જતા ૩ મોડલ્સને વધારે ઇજા થઈ છે, જયારે બાકી મોડલ્સને નાની નાની ઇજાઓ થઈ છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. કેફે મલિક Worapot Chatkanjanaએ પણ મોડલ્સને ટ્રીટમેન્ટ માટે ૧૨ લાખ ૨૪ હજાર ૧૮૮ રૂપિયા આપ્યા છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ બ્રિજ ખૂબ જ મજબૂત હતો. કદાચ વધારે વજનના કારણે જ આ પડી ગયો છે. Dr. Adisorn Suddee આ ઇવેન્ટના ડિરેકટર છે. તેઓ જણાવે છે કે પહેલા આ ઇવેન્ટ બેંકોકમાં થતી હતી, પરંતુ આ વખતે તેને ચાંગ મઈમાં કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર મિસ થાઈલેન્ડ સ્પર્ધા માટે દેશમાંથી ઘણી સુંદર મોડલ્સે એપ્લાઈ કર્યું હતું, તેમાંથી ૩૦ સિલેકટેડ મોડલ્સનું ફોટોશૂટ એક સ્વિમિંગ પૂલ પર બનેલા અસ્થાયી દોરડાવાળા પૂલ પર કરવામાં આવી રહ્યું હતું.

ફોટોશૂટ માટે બધી જ ૩૦ મોડલ્સ પૂલ પર ઉપર લાઈનમાં ઊભી હતી અને કેમેરામેન ફોટો ખેચવામાં વ્યસ્ત હતી, ત્યારે જ અચાનક પૂલનું દોરડું તૂટી જાય છે અને બધી મોડલ્સ તળાવમાં પડી જાય છે. જે તળાવમાં બધી મોડલ્સ પડી ગઈ, એ તળાવમાં ઘણું ગંદુ પાણી હતું.

(10:01 am IST)