Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

બ્રાઝીલમાં ગન શૂટિંગની ઘટના: ચારના મોત

નવી દિલ્હી:બ્રાઝીલમાં ગન શુટિંગનો એક કિસ્સો સામે આવ્યો છે. બ્રાઝીલના કૈપીનાસ શહેરમાં એક ચર્ચ પર અજાણ્યા ગનમેને ફાયરીંગ કર્યું હતું.ચર્ચમાં ટોળા પર અચાનક ફાયરીંગ કર્યું હતું. આ ફાયરીંગમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા છે. આ ગોળીબારી શા માટે કરવામાં આવી તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસ હાલ આ અજાણ્યા ગનમેનની શોધ કરી રહી છે.દુનિયામાં સૌથી વધારે ક્રાઈમ થતા દેશમાં બ્રાઝીલનું નામ મોખરે છે. ગયા વર્ષે આ આશરે ૬૫,૦૦૦ લોકોની હત્યા બ્રાઝીલમાં થઇ છે.

(6:21 pm IST)