Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

મંગળ મિશનમાંજઇ આવેલા અવકાશયાત્રીઓની આવરદા અઢી વર્ષ જેટલી ઘટી જાય છે

લંડન તા ૧૨ : પૃથ્‍વી પર જીવન જેટલું સરળ છે એટલું બીજા ગ્રહો પર નથી. એક તરફ અવકાશયાત્રીઓ બહુ જલ્‍દી જ મંગળ ગ્રહ જઇ શકાશે અને સ્‍પેસ-ટ્રવેલિંગ પણ શકય છે એવું કહેવાઇ રહ્યું છે. જોકે રશિયાના નિષ્‍ણાંતોના કહેવા મુજબ મંગળ પર જવા માંગતા ટ્રવેલરોમાં આ થ્રિલિંગ અનુભવ લીધા પછી તેમના આયુષ્‍યના થાોક વષોમાં કટોતી થવાની સંભાવના છે. માર્સ મિશનમાં ભાગ લેવા જઇ રહેલા લોકોને અત્‍યંત તીવ્ર સોલર રેડિયેશનનો સામનો કરવો પડશે જેને કારણે તેમનાઆયુષ્‍ય પરમાઠી અસર પડશે. રેડિયેશનને કારણે કેવું અનેકેટલું નુકશાન થઇ શકેતેનો અંદાજ પણ વૈજ્ઞાનિકોએ બાંધ્‍યો છે. હાઇ વેલોસિટી ધરાવતી મંગળની ઓઋર્બિટમાં પ્રવેશીને પાછા આવવાનું મિશન બે વર્ષ ચાલી શકે એમ છે. આવા સંજોગોમાં રેડિયેશનની અસરને કારણે માર્સ પર ટ્રાવેલ કરનારા લોકોનું આયુષ્‍ય અઢી વર્ષ જેટલું ઘટી જાય એવું સંભવ છે.

 

(1:25 pm IST)