Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

દુનિયાથી 7 વર્ષ પાછળ છે આ દેશ: અત્યારે પણ ચાલી રહ્યું છે 2012

નવી દિલ્હી: દુનિયા આખીમાં 2019નું વર્ષ ચાલી રહ્યું છે પરંતુ એક દેશ એવો છે જ્યાં લોકો સામાન્ય દેશ થી 7 વર્ષ પાછળ ચાલી રહ્યા છે. આ દેશમાં હજુ પણ 2012નું વર્ષ ચાલી રહ્યું છે એટલું જ નહીં પરંતુ દેશમાં એક વર્ષ 13 મહિનાનું હોય છે. ઇથોપિયા દુનિયાનો એવો પાછળ રહી ગયેલ દેશ છે કે ત્યાં હજુ 2019 નહીં પરંતુ 2012 ચાલી રહ્યું છે.

                આ દેશની આબાદી અંદાજે 10 કરોડ હોવાનું માલુમ પડી રહ્યું છે અને ખાસ વાત એ છે કે જ્યાં દુનિયાના તમામ દેશો 1 જાન્યુઆરીના રોજ પોતાનું નવું વર્ષની ઉજવણી કરી છે ત્યાં ઈથોપિયાના નિવાસી 11 સપ્ટેબરના રોજ પોતાનું નવું વર્ષ મનાવે છે. ઈથોપિયાના વાસીઓનું પોતાનું કોપ્ટિક કેલેન્ડર છે અને તેના હિસાબે તે ચાલતા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(11:03 pm IST)