Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

અંતરિક્ષમાં પ્રથવાર જઈને ઇતિહાસ રચનાર લિયોનોવનું નિધન

નવી દિલ્હી: અંતરિક્ષમાં પ્રથમવાર 12 મિનિટ સુધી ચહલકદમી કરીને ઇતિહાસ બનાવનાર કૉસ્મોનોટ એલેક્સી લિયોનોવનું મોસ્કોમાં શુક્રવારના રોજ મૃત્યુ થયું છે તેમની વય 85 વર્ષ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

          સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રશિયાની અંતરિક્ષ એજન્સી રોસકોમસૅ પોતાની વેબસાઈટ પર આ સંબંધે જાણકારી આપી છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લિયોનોવનું મૃત્યુ એક મહત્વની ઘટના બની ગઈ છે. તે છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:31 pm IST)