Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

માણસ જેવી આંખો અને સ્માઇલ ધરાવતો આ ડોગી સોશયલ મીડિયામાં છે ફેમસ

ન્યુયોક,તા.૧૨:અમેરિકાના સીએટલ શહેરમાં નોરી નામનો ઓંસીપો મિકસ પ્રજાતિનો ડોગી આજકાલ તેના લુકને કારણે ઇન્ટરનેટ પર છવાયલો છે. એની આંખો માણસો જેવી એકસ્પ્રેસિવ છે અને સ્માઇલ એકમદ કયુટ. આ બે ફીચર્સને કારણે તેતો ચહેરો વાળવાળા માણસ જેવો લાગે છે. કેવિન હર્લેસ અને ટિફની ન્ગોએ પાળેલો આ ડોગી આડોશપાડોશ ઉપરાંત આખા વિસ્તારમાં જબરો ફેમસ થઈ ગયો છે. કેવિન તેને લઈને ચાલવા નીકળે ત્યારે દર બે બ્લોક પર લોકો તેમને રોકીને નોરી વિશે પૂછે છે. નોરીનું પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એની પર દર અઠવાડિયે તસવીરો મૂકવામાં આવતી હતી. જોકે જેમ-જેમ તે દ્યરડો થયો એમ કેવિન અને ટિફનીએ ઇન્સ્ટાગ્રામ શેરિંગ દ્યટાડી દીધું હતું. જોકે એક વીક પહેલાં શાંતિથી બેસીને સ્માઇલ કરી રહેલા નોરીની તસવીરો પોસ્ટ કરતાં એ જબરજસ્ત વાઇરલ થઈ હતી અને જસ્ટ સાત-આઠ દિવસમાં તો લાખો લાઇકસ મળી હતી.

(3:43 pm IST)