Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

ખિસકોલીએ કારના બોનેટમાં ૨૦૦ અખરોટને સુકાં તણખલાં ભરી નાખ્યા

લંડન,તા.૧૨:ઇંગ્લેન્ડના પિટ્સબર્ગમાં રહેતી હોલી પેર્સિક નામની મહિલા કાર ચલાવી રહી હતી ત્યારે અચાનક કારમાંથી કંઈક બળતું હોવાની વાત આવી અને સાથે વિચિત્ર દ્યોંદ્યાટ પણ આવવા લાગ્યો. એક મહિનાથી તેની કાર શેડમાં જ પડી હતી એટલે તેને લાગ્યું કે અંદર કંઈક ગરબડ થઈ હશે. બીજી તરફ કાર કયાંક આગ ન પકડી લે એ વિચારે તરત જ તેણે કાર થોભાવી અને કારને ઠંડી પડવા દીધી. એ પછી પણ બોનેટમાંથી આવતો અવાજ ન દ્યટતાં તેણે હૂડ ખોલ્યું ને જોયું તો એક ખિસકોલી એમાં હતી અને એની આસપાસ લગભગ ૨૦૦ જેટલાં અખરોટ અને ખૂબબધું દ્યાસફૂસ ભરેલું હતું. એન્જિનની ગરમીને કારણે વોલનટ્સ શેકાઈને કાળાં પડવાં લાગ્યાં હતાં. જેમ-જેમ એ શેકાયેલી અખરોટના ટુકડા તેણે કાઢવા માંડ્યા એમ વધુ ને વધુ ટુકડાઓ મળવા પણ લાગ્યા. લગભગ ૨૦૦ જેટલી અખરોટ અને દ્યાસફસ અંદરથી કાઢ્યું અને એન્જિન તેમ જ આસપાસની જગ્યાની તેણે સફાઈ કરવી પડી. વાત એમ હતી કે એક મહિનો કાર જયાં પડી રહી હતી ત્યાં અખરોટનું ઝાડ હતું અને એની આસપાસ અઢળક ખિસકોલીઓ પણ દોડાદોડ કરતી હતી.

(3:43 pm IST)