Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

મોન્ટેરીમાં અંડર-કંસ્ટ્રક્શન મોલમાં 7ના મોત

નવી દિલ્હી: મેક્સિકોના મોન્ટેરી શહેરમાં એક નિર્માણાધીન શોપિંગમોલ પડવાના કારણે ઓછામાં ઓછા 7 લોકોના મોત નિપજ્યા છે આ ઘટનામાં 9 લોકો હજુ સુધી લાપતા હોવાનું જાણવામાં આવી રહ્યું છે સ્થાનિક કાઉન્સિલ સચિવ જેનરો ગોરસીયાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં 15 લોકોને ઇજા પહોંચી છે કહેવાય રહ્યું છે કે પીડિત નિર્માણ કાર્યમાં મોટાભાગે મજૂરોનો સમાવેશ થાય છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શહેરી વિકાસ સચિવે આ મોલના માલિકોને કામ રોકવા માટે જણાવ્યું હતું પરંતુ તે છતાં તેને નિર્માણ શરૂ રાખતા આ ઘટના બની હોવાનું જાણવામાં એવ રહ્યું છે.

(6:52 pm IST)