Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

સિંગાપોરમાં બનવા જઈ રહી છે વિશ્વની સૌથી ઊંચી પ્રિફેબ્રિકેટેડ બિલ્ડીંગ

નવી દિલ્હ:વિશ્વમાં અનેક ગગનચુંબી ઇમારતો બની રહી છે. જોકે સિંગાપોરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રિફેબ્રિકેટેડ ઇમારત ઉભી કરવામાં આવી રહી છે. આ ઇમારતનું નિર્માણ કાર્ય પાડોશી દેશ મલેશિયામાં થઇ રહ્યું છે. આ ઇમારત 192 મીટર એટલે કે 630 ફૂટ ઊંચી છે. તેના હિસ્સાઓ મલેશિયામાં બની રહ્યા છે.

             એવન્યુ સાઉથ રેસિડેન્સ નામની રહેણાંક પરિયોજનામાં આશરે 3000 ઉભા મોડ્યુલથી 988 એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલ ફર્મ ADDP આર્કિટેકટના જણાવ્યાં અનુસાર આ બિલ્ડીંગ મેથડ પ્રિફેબ્રિકેટેડ પ્રિફિનીશ્ડ વોલ્યુમેટ્રિક કન્સ્ટ્રક્શન તરીકે ઓળખાય છે. આ ટેક્નિકમાં શ્રમિકોની ખાસ જરૂર પડતી નથી તેમજ પ્રદુષણ ઓછું ફેલાય છે. આ ઉપરાંત અન્ય લોકો માટે ઓછો વિક્ષેપ ઉભો કરે છે.

(1:17 pm IST)