Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

રશિયામાં ટ્રક-બસ ગમખ્વાર અકસ્માતમાં: પાંચના મૃત્યુ

નવી દિલ્હી: રવિવારે રશિયાના રીગા હાઈવે પર કાર, ટ્રક અને મીની બસની ટક્કરમાં બે બાળકો સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને આઠ અન્ય ઘાયલ થયાં હતાં.પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'પ્રાથમિક માહિતી અનુસાર આજે સાંજે 7.15 વાગ્યે 159 કિલોમીટર રીગા હાઇવે પર એક કાર, એક ટ્રક અને એક મિની બસ વચ્ચે ટકરાઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને આઠ અન્ય ઘાયલ થયાં હતાં. ”આ સંદર્ભે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી મામલાની તપાસ હાથ ધરી છે.

(7:46 pm IST)