Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સિંગાપોરમાં સ્મોકર્સને પકડવા થર્મલ કેમેરા ફિટ થશે

સીંગાપોર તા.૧૨: સિંગાપોર એક એવું શહેર છે જ્યાં જાહેરમાં સ્મોકિંગ કરવા પર પ્રતિબંધ છે સ્મોકર્સ માટે ખાસ વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે. જોકે આમ છતાં ઘણા લોકો પ્રતિબંધિત વિસ્તારોમાં સ્મોકિંગ કરતા હોવાથી હવે સરકારે થર્મલ કેમેરા ફિટ કરવાનો નિર્ણય લીધો છે. આ કેમેરાની મદદથી ઇ-સિગારેટ પીનારાને પણ પકડી શકાશે. આ સિવાય કચરો ફેંકનારા અને રસ્તા પર થૂંકનારાને પણ આ કેમેરા ઝડપી શકશે. સિંગાપોરમાં છેકે ૧૯૭૦ના દાયકાથી સ્મોકર્સના વિરોધમાં કાયદા બન્યા છે અને વિશ્વમાં સૌથી સખત એન્ટિ-ટબેકો કાયદા આ શહેરમાં છે. જાહેરમાં સ્મોકિંગ કરનારા પાસેથી ૧૦૦૦ સિંગાપોર ડોલર (આશરે ૫૦,૬૮૨ રૂપિયા)નો દંડ લેવામાં આવે છે.(૭.૧૭)

(4:12 pm IST)