Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

નાસાએ મંગળ ગ્રહ પર એલિયનના ઘરનો દરવાજો મળ્યો હોવાનો કર્યો દાવો:ફોટોએ કર્યા શેર

નવી દિલ્હી: મંગળ ગ્રહ પર ઘણી વખત વિચિત્ર ઘટનાઓ જોવા મળે છે. હવે અમેરિકન એજન્સી નાસાના ક્યુરિયોસિટી રોવરે પથ્થરમાં એક ચોંકાવનારો દરવાજો શોધ્યો છે. એવું લાગે છે કે જાણે પથ્થરને કાપીને તેની અંદર દરવાજો બનાવવામાં આવ્યો હોય. આ દરવાજાની અંદર શું છે એ તો અત્યારે ખબર નથી પડી, પરંતુ એને જોઈને એવું લાગે છે કે, જાણે તેની અંદર કોઈ જીવ રહે છે. નાસાની આ તસવીર ચોંકાવનારી છે. 7 મે 2022ના રોજ માર્સ ક્યુરિયોસિટી રોવરના માસ્ટકેમ (MastCam)એ આ તસવીર લીધી છે. તસવીર બ્લેક એન્ડ વ્હાઈટ મળી હતી. જોકે ત્યાર પછી તેમાં નાસાના વૈજ્ઞાનિકોએ કલર ઈફેક્ટ આપી છે. શરૂઆતમાં તો નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તેમને લાગ્યું કે મંગળ ગ્રહના કેન્દ્રમાં જવાનો રસ્તો મળી ગયો છે અથવા આ કોઈ નાના એલિયનના ઘરનો દરવાજો છે અથવા કોઈ સુરંગ છે.

(6:52 pm IST)