Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

આ શહેરમાં બે વર્ષ બાદ કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાતા દેશમાં આકરું લોકડાઉન લગાવી દેવામાં આવ્યું

નવી દિલ્હી: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન (North Korean leader Kim Jong Un)એ દેશમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયા બાદ ગુરૂવારથી રાષ્ટ્ર વ્યાપી લોકડાઉન લગાવી દીધું છે. કિમે તેને રાષ્ટ્રીય ઈમરજન્સી ગણાવી હતી. ઉત્તર કોરિયાના તાનાશાહે અધિકારીઓને કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે COVID-19 ગાઈડલાઈનને મહત્તમ સ્તર સુધી વધારવાનો આદેશ આપ્યો છે. કોરોના મહામારીની શરૂઆતના બે વર્ષ બાદ પ્યોંગયાંગમાં પ્રથમ કોરોના કેસ નોંધાયો છે. જેના કારણે કોરોનાને લઈને સખત નિયમોનું એલાન કરવામાં આવ્યું છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ કહ્યું કે, ગુરૂવારે રાજધાની પ્યોંગયાંગમાં કોટલાક લોકોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હતો. દર્દીને આઈસોલેટ કરી દેવામાં આવ્યો હતો. એજન્સીએ કહ્યું કે કોરોનાનો કેસ નોંધાયા બાદ કિમ જોંગ ઉને સત્તાધારી કોરિયન વર્કર્સ પાર્ટી પોલિટબ્યુરોની બેઠક બોલાવી હતી, જ્યાં સભ્યોએ તેના એન્ટી-વાયરસ પગલાં વધારવાનો નિર્ણય કર્યો હતો. આ મીટિંગ દરમિયાન, કિમ જોંગ ઉને અધિકારીઓને કોરોના સંક્રમણને સ્થિર કરવા અને શક્ય તેટલી વહેલી તકે ચેપના સ્ત્રોતને ખતમ કરવાનો આદેશ આપ્યો છે.

(6:50 pm IST)