Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ઉત્તર કોરિયાએ સમુદ્રમાં બેલિસ્ટિક મિસાઈલ છોડી હોવાની માહિતી

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાએ (South korea) ગુરૂવારે દાવો કર્યો હતો કે નોર્થ કોરિયાએ (North Korea) સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઇલ (Ballistic Missile)છોડી હતી.તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ ગૂરૂવારે તેના પૂકર્વ સમુદ્ર તરફ મિસાઇલ છોડી હતી. જોકે હજી એ નથી જણાવ્યું કે મિલાઇલ કેટલી દૂર જઇને પડી હતી. મતલબ કે તેમણે આ અંગે વધુ માહિતી આપી નથી.તમને જણાવી દઈએ કે આ અઠવાડિયામાં ઉત્તર કોરિયાનું આ બીજું પરિક્ષણ છે. તે અગાઉ ગત સપ્તાહે શનિવારે નોર્થ કોરિયાએ આ જ રીતે સમુદ્રમાં એક બેલેસ્ટિક મિલાઇલ છોડી હતી. જાણકારોનું કહેવું છે કે ઉત્તર કોરિયા પોતાના પ્રતિદ્વંદ્વી પર દબાણ ઉભું કરવા સતત આ રીતે મિસાઇલનું પરીક્ષણ કરે છે. દક્ષિણ કોરિયા અને જાપાનની સેનાઓએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ 4મેના રોજ રાજધાની પ્યોંગયાંગમાંથી એક શંકાસ્પદ મિલાઇલ છોડી હતી. તે અનુસાર ઉત્તર કોરિયાનું આ વર્ષે 15મું મિલાઇલ પરીક્ષણ છે. વાસ્તવમાં એવા સંકેતો મળી રહ્યા છે કે ઉત્તર કોરિયા એક પરમાણુ સ્થળ પર સુરંગો બનાવી રહ્યું છે. જેનાથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે તે પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરી શકે છે.

(6:48 pm IST)