Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

કઝાકિસ્તાની રાજધાની અસ્તાનથી 276 કિમિ દૂર આવેલ ગામના લોકોને અચાનક જ આ કારણોસર આવવા લાગે છે ઊંઘ

નવી દિલ્હી: આમ તો ઉંઘ બધાને આવે છે પરંતુ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનથી ૨૭૬ કીમી દૂર આવેલા કલાચી ગામના લોકોને અચાનક ઉંઘ આવવા લાગે છે. એટલું નહી ઉંઘ આવે ત્યારે સમય કે સ્થળનું ભાન રહેતું નથી.સ્કુલમાં ગયેલા છોકરાઓ હોય કે કામ પર ગયેલા પુરૃષો રસ્તામાં સુઇ ગયા હોવાના દાખલા બને છે. બે મિત્રો વહેલી સવારે છાપું વાંચતા કે નાસ્તો કરતા કરતા પણ નસકોરા બોલાવવા લાગે છે. ગામની એક મહિલા ઘરના પગથિયા ચડતી હતી ત્યારે અચાનક બેસીને ઉંઘવા લાગી હતી. નવાઇની વાત તો છે કે થાકના લીધે આવી ગયેલું નાનકડું ઝોકું નહી પરંતુ ઢોલ નગારા વગાડો તો પણ ઉઠે નહી તેવી ઉંઘ હોય છે.

              કઝાકિસ્તાન એક સમયે સોવિયત સંઘનો એક ભાગ હતું ત્યારે ગામમાં યુરેનિયમ મેળવવા માટે ખોદકામ કરવામાં આવેલું તેને સ્થાનિક લોકો બિમારી માટે જવાબદાર ગણે છે પરંતુ યુરેનિયમની ખાણમાં કામ કરનારા વર્કરો પર તેની કોઇ અસર નથી.આથી રહસ્ય વધુ ગુંચવાયું છે. કેટલાક ખાણમાંથી આવતી હવા અને ધુમાડાને પણ બીમારી માટે જવાબદાર ગણાવે છે. જો કે બે લોકો સાથે જતા હોય એમાં એક ને અચાનક ઉંઘ આવી ગઇ હોય એવા કિસ્સા બનેલા હોવાથી કારણ પણ ફિટ બેસતું નથી.

(4:32 pm IST)