Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

સાઉદી અરબથી 2 મિલિયન બેરલથી પણ વધારે તેલ ખરીદશે બીપીસીએલ અને રિલાયંસ

નવી દિલ્હી:દુનિયાના સૌથી મોટા રિફાઇનિંગ કોમ્પ્લેક્સના સંચાલક ભારતની રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પે એપ્રિલમાં સાઉદી અરબથી બે મિલિયન બેરલથી પણ વધારે તેલ ખરીદવાની યોજના બનાવી છે. સાઉદી અરબના કાચા તેલનું વેચાણ મૂલ્ય ઘટાડી દેવામાં આવ્યું છે અને તે દરરોજ 12.3 મિલિયન બેરલનો રેકોર્ડ ઉત્પાદન કરવાની યોજનાની ઘોષણા કરવામાં આવી છે.

બીપીસીએલના રિફાઇનરીના પ્રમુખ આર.રામચંદ્રને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તે અરબ મિક્સના બે વધારે કાર્ગો લઇ રહ્યા છે જેથી અરબ લાઈટ અને અરબ મીડિયમને મિલ્ક મળ્યું છે અને વધુમાં જણાવ્યું છે કે તેમની કંપની સંયુક્ત અરબ અમિરાતથી વધારે તેલ ખરીદવા પર પણ કામ કરી રહી છે.

(6:48 pm IST)