Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

જાપાનના હિરોશિમામાં એક જગ્યા પર દેખાઈ છે માણસ જેવો પડછાયો

નવી દિલ્હી: જાપાનનું હિરોશિમા દુનિયાનું પહેલું એવું શહેર હતું જેના પર પરમાણું બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટના 1945ના રોજ બની હતી. આ બોમ્બ અમેરિકાએ ફેંક્યો હતો. પરંતુ આ શહેરમાં એક જગ્યા પર માણસ જેવી દેખાતો પડછાયો આજે પણ રહસ્ય સમાન છે. આ પડછાયો કોનો છે તે વાત કોઈ જાણી શક્યું નથી.

આ પડછાયાને ધ હિરોશિમા સ્ટેપ્સ શેડો નામથી પણ ઓળખાય છે. જ્યારે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન હિરોશિમા પર પરમાણુ હુમલો થયો હતો ત્યારે લાખો લોકોના મોત એકસાથે નિપજ્યા હતા. તેવામાં આ પડછાયાવાળી તસવીર ક્લિક કરવામાં આવી હતી. આ તસવીર 850 ફૂટની દૂરીથી ક્લિક કરવામાં આવી હતી જ્યાં કોઈ વ્યક્તિ બેઠેલી હતી.

(6:44 pm IST)